શું રોજ હસ્ત મૈથુન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે? એક્સપર્ટનું કહેવું છે કે..

હસ્તમૈથુન એ જાતીય આનંદનો એક ભાગ છે, જેમાં ગુપ્તાંગોને ઉત્તેજીત કરવા, આનંદ અનુભવવાની આ એક સૌથી સલામત રીત છે. તે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદા કરાવે છે પરંતુ મોટાભાગના લોકોના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું દરરોજ હસ્તમૈથુન કરવું સ્વાસ્થ્ય માટે સારું છે. જોકે, હસ્તમૈથુનની સાથે જોડાયેલીઘણી માન્યતાઓ છે.

પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે શું હસ્તમૈથુન સ્વાસ્થ્ય માટે લાભદાયી છે, તમારે કેટલી વાર હસ્તમૈથુન કરવું જોઈએ અને શું હસ્તમૈથુન ખરેખર તમારા માટે સારું છે, તો જાણો એ દરેક પ્રશ્નોના જવાબ.

હસ્તમૈથુન શું છે: સેલ્ફ પ્લેઝર માટે ગુપ્તાંગોને સ્પર્શ કરવા અને ઉત્તેજીત કરવાને હસ્તમૈથુન કહેવામાં આવે છે. ફિઝિયાટ્રિસ્ટ અને સેક્સ એક્સપર્ટ સમજાવે છે કે કોઈપણ પ્રવૃત્તિ જેમાં તમારા કામુક શરીરના ભાગોને સ્પર્શ કરવો અથવા રમાડવામાં આવતા હોય તો તેને હસ્તમૈથુન ગણી શકાય. પછી તેમાં તમારા ગુપ્તાંગનો સમાવેશ થઈ પણ શકે છે અથવા ન પણ થઈ શકે. સ્પ્રિંગરના એક અહેવાલ મુજબ, અમેરિકામાં 27 થી 40 ટકા સ્ત્રીઓ અને 41 થી 65 ટકા પુરુષો એક મહિનાના સમયગાળામાં હસ્તમૈથુન કરે છે.

શું નિયમિત હસ્તમૈથુન કરવું સલામત છે? દરરોજ હસ્તમૈથુન કરવું સંપૂર્ણપણે સલામત છે. તેનાથી શરીરને કોઈ શારીરિક કે ભાવનાત્મક નુકસાન થતું નથી. સેક્સ હેલ્થ એક્સપર્ટ પણ કહે છે કે હસ્તમૈથુન સ્વાસ્થ્ય માટે કોઈપણ રીતે ખરાબ નથી, ભલે તે દરરોજ કરવામાં આવે. તેનાથી જાતીય આનંદનો અનુભવ થાય છે. તો બીજીતરફ, ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ સેક્સ્યુઅલ મેડિસિન અનુસાર, હસ્તમૈથુનની આવૃત્તિની કોઈ નિશ્ચિત સંખ્યા નથી.

શું હસ્તમૈથુન શરીરને ફાયદો કરે છે: જર્નલ ઓફ સેક્સીસના એક અહેવાલ મુજબ, વારંવાર હસ્તમૈથુન કરવાથી જાતીય આનંદ વધે છે. આ ઉપરાંત, તણાવનું વધતું સ્તર પણ ઘટે છે. ઉપરાંત, હૃદયની કામગીરી અને ઊંઘમાં સુધારો થાય છે. આ રિપોર્ટ મુજબ, સેક્સ અને હસ્તમૈથુન ઓક્સીટોસિન સ્ત્રાવ કરે છે, જે તણાવને દૂર રાખવામાં મદદ કરે છે.

સ્ત્રીઓમાં, માસિક ચક્ર દરમિયાન હસ્તમૈથુન કરવાથી ખેંચાણ અને પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમના લક્ષણો જેમ કે મૂડ સ્વિંગ, પેટનું ફૂલવું, થાક વગેરે ઓછા થઈ શકે છે. તેવી એકાંત પ્રવૃત્તિઓથી ગર્ભાવસ્થા કે જાતીય ચેપનું જોખમ પણ રહેતું નથી.

શું હસ્તમૈથુન માટે ફળો અને શાકભાજીનો ઉપયોગ કરવો યોગ્ય છે: સેક્સ્યુઅલ હેલ્થ એજ્યુકેટર કહે છે કે સેલ્ફ પ્લેઝર માટે બજારમાં ઘણા પ્રકારના સેક્સ ટોય ઉપલબ્ધ હોય છે. તેવામાં કેટલીક સ્ત્રીઓ હસ્તમૈથુન માટે શાકભાજી અને ફળો, ખાસ કરીને ગાજર, કેળા અને કાકડીનો ઉપયોગ કરે છે. તેનાથી તમારે અંતર જાળવવાની જરૂર છે. તેમાં રહેલા જંતુનાશકો યોનિમાર્ગના pH માં અસંતુલન પેદા કરે છે અને ચેપનું કારણ સાબિત થાય છે. હસ્તમૈથુન માટે વપરાતા સેક્સ ટોય સિલિકોનથી બનેલા હોય છે જે ચેપનું કે ઇન્ફેકશનનું જોખમ ઘટાડે છે.

હસ્તમૈથુન કરવાથી ખીલનું જોખમ વધી શકે છે: હસ્તમૈથુન અને ખીલના હોર્મોન્સ વચ્ચે કોઈ સંબંધ નથી. સંશોધન મુજબ,ન્યુનત્તમ હોર્મોનલ પરિવર્તન લોકોમાં ખીલની તકલીફને વધારવાનું કારણ સાબિત નથી થતા. ક્લિનિક્સ ઇન ડર્મેટોલોજી જર્નલના ૨૦૧૭ ના એક અહેવાલ મુજબ, ટેસ્ટોસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન જેવા સેક્સ હોર્મોન્સ સ્કીનને અસર કરી શકે છે અને વધુ પડતા ઓઈલનું ઉત્પાદન કરી શકે છે. બીજી તરફ, હસ્તમૈથુન શરીરમાં એન્ડોર્ફિન, પ્રોલેક્ટીન, ડોપામાઇન અને ઓક્સીટોસિનના સ્તરને અસર કરે છે, જે ખીલનું કારણ સાબિત નથી થતા.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *